યાદ આવે છે
યાદ આવે છે
નથી કિસ્મતમાં તોય દિલના દ્વાર ખખડાવે છે.
જેમજેમ ભૂલવા મથું તેમતેમ તું યાદ આવે છે.
ભૂલ કોની ગણવી મારી કે પછી સર્જનહારની,
વસતી નિરંતર ઉરમાંને મનમાં તું મુસકાવે છે.
નથી હોતી કૈં દરેક પરિસ્થિતિ આપણા હાથમાં,
આવીને ખ્વાબમાં સપનાં હજારો તું સજાવે છે.
દર્શન છે મુજ નયનનું જે હૈયાને હચમચાવતું ને,
દૂરસુદૂર ચાલ્યા જવાની આ ટેવ તારી મૂંઝાવે છે.
વિચારમાં રહેવું, વાણીમાં રહેવું ના ઉરથી દૂર,
તડપવું ને ઝંખવું કેટકેટલું વારંવાર અકળાવે છે.