સાજન
સાજન


વરસતાં વરસાદે જાણે દેખાયો સાજન.
અનરાધાર આકાશે રખે વરસ્યો સાજન.
નભોમંડળે મેઘગર્જના ધરાને ધ્રૂજાવતી,
વીજળી તણા ચમકારે પરખાયો સાજન.
વહેતી જળરાશિ અવનીને આલિંગતી,
ઇન્દ્રધનુનાં આકારે શકે મલકાયો સાજન.
વરસી રહ્યાં દ્રુમો વર્ષાને અનુસરનારાંને,
જળધોધના સંગીતે હશે ગવાયો સાજન.
ચાતક કરતું પ્રતિક્ષા જળ સ્વાતિ પામવા,
સજનીના વિરહમાં ખુદ તડપાયો સાજન.