તારો બની ગયો છું ત્યારથી
તારો બની ગયો છું ત્યારથી


આવી છો મારા જીવનમાં તું જ્યારથી,
તારોજ બની ગયો છું હું ત્યારથી.
રોમાંચ આવી ગયો છે મારા જીવનમાં,
જાણે ફૂંક્યો હોય પ્રાણ કોઈએ શરીરમાં.
પ્રેમનું ઝરણું વહે છે દિલ દરિયામાં,
રોજ નવા તરંગો ઉઠે છે મન મંદિરયામાં.
તને મળું ત્યારે પ્રેમ કરું છું એમ કહેવાતું નથી,
તને જોવું છું તો જોયા વગર રહેવાતું નથી.
કરું છું હું તને પ્રેમ કેટલો,
ના જાણી શકાય ના માપી શકાય એટલો.
પ્રેમ નો સાગર છે તારી આંખોમાં,
તને જોતાજ પ્રાણ આવે છે આ પંખીની પાંખોમાં.
તું જ છે મારી જીવન સંગીની,
તું જ છે મારે અર્ધાંગિની.
તારા આવાનો કરતો તો હું ઇંતેજાર,
આજે દિલ થી કરું છું મારા પ્રેમ નો એકરાર.
તને મળી ને પોતા ને મળી ગયો છું,
તારા પ્રેમ માં ડૂબી ગયો છું.
નદી તો આ હૃદય માં વહેતી તી ક્યારથી,
કિનારો મળી ગયો આ દરિયાને તું મને મળી જ્યારથી.
આવી છો મારા જીવનમાં તું જ્યારથી,
તારો જ બની ગયો છું હું ત્યારથી.