પ્રણયની રાત
પ્રણયની રાત


પ્રણયની એ સુંદર રાત હતી,
હાથમાં મારા તારો હાથ હતો,
મિલનની એ મધુર ક્ષણો હતી,
સાથે તારી કામણ વાતો હતી,
નજરો તારી નખરાળી હતી,
શરમથી હું પાણી પાણી હતી,
શ્વાસનો તારો મારો મેળ હતો,
ધબકારની ગતિ મારી તેજ હતી,
અધરોની એ આપણી તરસ હતી,
બુઝાતી જોઈ ચાંદને જલન હતી.