ગઝલ - છે હવે
ગઝલ - છે હવે


આભમાં આવ્યું છે વાદળ, વરસવાનું છે હવે,
છોડ તારી આ છત્રીને, પલળવાનું છે હવે.
છોકરી તો નીકળી છે માણવા વરસાદને,
છોકરાનું હૈયું નક્કી છલકવાનું છે હવે.
આવવાનું કહી ગયા છે, તો એ ચોકકસ આવશે,
સાવ મૂંગુ હાથકંગન, રણકવાનું છે હવે.
ક્યાં લગી આ રીતથી, રીસામણાં રાખીશ તું,
ઓ વર્ષારાણી, નભેથી ઉતરવાનું છે હવે.
ચાલ નૈ આવે 'સલિલ' વરસાદનું કૈં નક્કી નૈ,
કેટલું ચાતક બનીને, તડપવાનું છે હવે.