કાતિલ નજર
કાતિલ નજર


હૈયું કોમળ કાતિલ નજર,
કરે ઘાયલ કાતિલ નજર.
શું હાલ થશે હૈયાનાં ?
પાર ઉતરે કાતિલ નજર.
ના તેનું કોઈ ઓસડ,
વીંધ્યુ જેને કાતિલ નજર.
કોને જઈને તમે કહેશો ?
હ્રદય વીંધે કાતિલ નજર.
જઈને જશો ક્યાં તમે ?
શોધી લેશે કાતિલ નજર.
કોઈજ કાળે ના ઉતરે,
લાગી ગઈ કાતિલ નજર.
'અનંગ'ના હોશ ઊડી ગયા,
વિવશ કરે કાતિલ નજર.