વેણ ખટકે
વેણ ખટકે

1 min

22.7K
તમારા એ વેણ હજુ મનને ખટકે છે,
ચહું સમીપ આવવા તો ચરણ અટકે છે.
વાદ-વિવાદ 'ને પ્રતિવાદ કદી ન શોભે,
સંવાદ થકી જ સૌ સદાય આગળ વધે.
દરેક વાતે હો તમે સાચા એમ ના બને,
સચ્ચાઈ બીજાનીય સ્વીકારવી જ પડે,
નથી હોતું કદી કોઈ જ પૂર્ણ ક્યારેય,
સૌના સાથ થકી જ કાર્ય પૂર્ણતાને પામે,
ભૂલ તમારી તમે ક્યારેય ના સ્વીકારો,
તો પછી વિશ્વાસ બીજાનો કેમ પામો?
શંકા-કુશંકાથી મનને કદીય ના ડહોળો,
ખુલ્લાં મનથી જ સૌને સદા તમે સ્વીકારો.