ઝાકળ જેવું સપનું
ઝાકળ જેવું સપનું
ઝાકળ જેવું
સપનું, દિવસ થતાં
ઊડી ગયું એ.
આંખ ખૂલતા
તૂટી ગયું શમણું
સૌગાદ દર્દ.
સપનું વાવ્યું
શ્રમનું જળ સીચ્યું
તોયે ના ઊગ્યું.
કલ્પના પાંખ
આકાશે ઊડવું'તું
સપનું થયું.
દર્પણ જેવું
વાગી કાંકરી, પડી
ગઈ તિરાડ.
