ગણિકા
ગણિકા
મને પણ જિંદગી જીવવી હતી
મને પણ માન સન્માનની અપેક્ષા હતી
મેં પણ જિંદગી જીવવા સપના જોયા હતા,
મેં પણ રંગીન જિંદગી ઈચ્છી હતી,
બની ગઈ હું એક ગણિકા હતી
કેમ ખબર પડતી ન હતી ?
જિંદગી દુશ્મન બની બેઠી હતી
રુદન સાથે હસતા શીખી હતી,
સમાજની તિરસ્કાર ભરી એ નજર હતી
અપમાનભર્યા એ શબ્દોની રીત હતી
એ અપમાનજનક વર્તણૂક સાથે જીવતા શીખી
એ સમાજની નફરતને જોતી હતી,
રહીશ સમાજને મન રમકડું હતી
સૌની નજરમાં નીચી ગણાતી હતી
આ જ એક ગણિકાની જિંદગી હતી
ગણિકાની બદનસીબી હતી !