STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

ધન્ય ધન્ય હો વીર જવાનો

ધન્ય ધન્ય હો વીર જવાનો

1 min
127

જે સર્વસ્વ છોડીને હસતા હસતા ચાલ્યા

માતૃભૂમિના રક્ષણ કાજે બલિદાન આપવા દોડયા

ધન્ય ધન્ય હો એ વીર જવાનો....!


માતૃભૂમિ કાજે જેઓ અંગ્રેજો સામે લડ્યા

સર્વને હિત ખાતીર જે ખુદ મરી મીટયા

ધન્ય ધન્ય હો એ વીર જવાનો...!


અંગ્રેજોના અત્યાચાર હસતે મુખે સહ્યા

સ્વહિતને તેઓ કાયમ માટે જ ભૂલ્યા

 ધન્ય ધન્ય હો એ વીર જવાનો...!


કેદ અને મારપીટ જેણે રોજ આવકાર્યા

જીવનને શહીદ કરવા ડટ કર આગળ વધ્યા

 ધન્ય ધન્ય હો એ વીર જવાનો...!


રક્તનું હતું એક બુંદ જ્યાં સુધી દેહમાં

દુશ્મનો સંગ સામી છાતીએ એ લડ્યા

ધન્ય ધન્ય હો એ વીર જવાનો...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational