ફિનિક્સની જેમ ઊભો થા
ફિનિક્સની જેમ ઊભો થા
અગણિત તારલા છે રાતમાં,
તું શા માટે માને અંધકારની વાતમાં,
ભલે હોય મુસીબતનો પહાડ તારી રાહમાં,
પણ તું સંઘર્ષ કર સપનાની ચાહમાં,
શોધ કઈક નવું તારી જાતમાં,
નવું સપનું સજાવ તારી આંખમાં,
ફિનિક્સની જેમ ઊભો થા રાખમાં,
સપના ભરી રાખ મનની પાંખમાં,
ઉડાન ભર, સફળતા આવી જશે હાથમાં,
આનંદ, ઉલ્લાસ રહેશે તારા સાથમાં,
બસ વિશ્વાસની દોરી આપી દે ઈશ્વરના હાથમાં.
