STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ભારતીય નારી

ભારતીય નારી

1 min
289

બાગે એક કળી જન્મી,

જોત જોતાંમાં એ ફૂલ બની,

વસંતનો વૈભવ પામી,

ઓસ બિંદુથી એ તેજોમય બની,

ઋતુઓના માર સહી,

જાણે પાકું માટલું બની ગઈ,


દુઃખનું ઝેર પીને,

પોતાના લોકોને અમૃત પાયું,

ક્યારેક દીવો બની, ક્યારેક તારલો બની,

દરેકની રાહ રોશન કરતી રહી,


ક્યારેક મોગરો બની, ક્યારેક ગુલાબ બની,

પિતાના આંગણને મહેકાવતી ગઈ,

એતો પિતાના આંગણનું પંખી હતી,

પાંખો આવતા ઊડી ગઈ,


સુંદર સજાવ્યો માળો પોતાનો,

પણ પોતાની પાસે પાંખ છે, એ ભૂલી ગઈ,

પોતાની ઈચ્છાઓની કાતિલ બની ગઈ,

પરોપકાર ને ત્યાગની મૂરત બની ગઈ,

જીવનના નાટકની સૂત્રધાર બની ગઈ,


પાત્રમાં એટલી ઓતપ્રોત થઈ કે પોતાની જાતને ભૂલી ગઈ,

ઊડવા માટે ગગન મળ્યું ત્યાં પાંખો કપાઈ ગઈ,

એક સારી માતા, એક સારી પત્ની, એક સારી વહુનું બિરૂદ મેળવીને,

સંતોષ માનતી રહી,


પોતાની ઈચ્છાના પોટલાને અભરાઈ ચડાવી,

પરિવાર માટે જીવતી રહી,

ભારતીય નારી બની, જગે ચર્ચાતી રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational