STORYMIRROR

Nardi Parekh

Inspirational

3  

Nardi Parekh

Inspirational

જ્ઞાનદીપ

જ્ઞાનદીપ

1 min
167

જ્ઞાન તણી ગંગા

મારે જીલવી રે લોલ

કરવા કાજે

આતમનો ઉદ્ધાર જો

જ્ઞાન તણી ગંગા

મારે જીલવી રે લોલ


ઠાલાં ઠાલાં પોથા

ના ઉથલાવવા રે લોલ

શબ્દે શબ્દે કરવો સાક્ષાત્કાર જો

જ્ઞાન તણી ગંગા

મારે જીલવી રે લોલ


ગુરુ તણાં જ્ઞાનને

પચાવવું રે લોલ

કરતાં રહેવું જ્ઞાન તણી હોડ જો 

જ્ઞાન તણી ગંગા

મારે જીલવી રે લોલ


સંસ્કૃત ને સંસ્કૃતિને

પામવા રે લોલ

સુધારીને જીવન વહેવાર જો

જ્ઞાન તણી ગંગા

મારે જીલવી રે લોલ


જ્ઞાન તણો દીપ

જ્યારે જલતો રે લોલ

રેલે અજવાળા ચારેકોર જો

જ્ઞાન તણી ગંગા

મારે જીલવી રે લોલ


જ્ઞાનનાં ભંડાર તો

અભરે ભર્યા રે લોલ

છલકવું ના પામી ઝીણી ધાર જો

જ્ઞાન તણી ગંગા

મારે જીલવી રે લોલ


ઝીલતાં ન થાકે

નંદી જીવડો રે લોલ

એની કેડી થકી પામે તું પગથાર જો

જ્ઞાન તણી ગંગા

મારે જીલવી રે લોલ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational