STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

આજની સ્ત્રી

આજની સ્ત્રી

1 min
142

નહીં આપવી સીતા જેવી અગ્નિપરીક્ષા,

નહીં પીવા મીરાં જેવા ઝેર ઘૂંટડા,

નહીં ઝૂરવું રાધા જેવું પ્રેમવિરહમાં,

સ્ત્રી છું ને સ્ત્રી જ મારે રહેવું છે,


લડીશું અત્યાચાર સામે દુર્ગારૂપે,

પાપી હેવાનોને મારીશું ચંડીરૂપે,

અન્યાય સામે નહીં ટેકવું ઘૂંટણ,

સ્ત્રી છું ને સ્ત્રી જ મારે રહેવું છે,


નથી પૂજાવું લક્ષ્મી કે શારદારૂપે,

મળશે ઈજ્જત તો પણ છે પૂજા,


નથી રહેવું દુનિયાની નજરમાં યોગ્ય,

બનવું છે ખુદની નજરમાં જ યોગ્ય,

સ્ત્રી છું ને સ્ત્રી જ મારે રહેવું છે,


શિક્ષણના સાથે બનીશું સ્વનિર્ભર,

સશક્ત સ્ત્રી તો સમાજ સશક્ત,

ઊડવું છે ઊંચે ખુદની પહેચાનથી,

સ્ત્રી છું ને સ્ત્રી જ મારે રહેવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational