STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

તરુ આપણું સહિયારું

તરુ આપણું સહિયારું

1 min
206

ડાળે બેસી પંખી ટહુક્યું

ધરતી તારી ગગન અમારું

પણ ભલું, તરુ આપણું સહિયારું,


ફરફર ફરકે પર્ણ સજીલાં

છેડંત અનિલ ગીત મજાંનાં

શોભે રતુંબલ લઈ હીંચોળાં

ભૂલશું કહેવાનું ભલા મારું તારું

મહાદાતા, તરુ આપણું સહિયારું,


અમ વનપંખીનો આશરો મોટો

બાંધ હવેલી, તું મળે ના જોટો

ભરી હરખ, ગૃહે સંતાનો પલશું

લીલુડું નવલું અનઘ રુપાળું

માવતર, તરુ આપણું સહિયારું,


ૠતુઋતુના કામણ ખીલતા

ખાટા મીઠા ફળોએ મ્હેંકતા

આવ નીરખ મંગલ રૂપાળું

અર્પે વિસામો કરુણાથી છલકતું

અન્નકૂટ, તરુ આપણું સહિયારું,


ગગન ગોખથી વહેતી ધારા

લીલાછમ હરખે ડુંગર ક્યારા

શોભંત વનમાળે રૂપલું સુંવાળું

સવાયા સંતસા ધરે નજરાણું

જગદાધાર, તરુ આપણું સહિયારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational