સપનું
સપનું
જોવો સપનું.
ખૂબ પરિશ્રમ થૈ
હકીકત એ.
મંઝિલ મળે
બેહિસાબ ખુશીના
માલિક બનો.
માર્ગ કાંટાળો
સપનું મખમલી છે
મળે શ્રમથી.
વિધાતા માને
તમારી વાત, બસ
શ્રમ કરોને !
પહાડ મોટા
મુસીબત ના, કેડી
કંડારી લેને !
રંગીન સ્વપ્ન
ચેતનામાં સમાવ
હિંમત કર.
