પેલા પતંગિયા
પેલા પતંગિયા
કેવા રૂપાળા દેખાય પેલા પતંગિયા
આમ તેમ ઊડતા ફરતા પેલા પતંગિયા,
રંગેને સંગે શોભતા પેલા પતંગિયા
મનને મોહતા પેલા સુંદર પતંગિયા,
ફૂલોને મળતા પેલા મનગમતા પતંગિયા
આશાની ઓળખ આપતાં પેલા પતંગિયા,
ફૂલનો રસ માણતા પેલા પતંગિયા
રંગોને રેલવતા પેલા પતંગિયા,
મધમીઠા રસને શોધી લાવતા
ફૂલડે ફૂલડે ફોરમ ભરતા પેલા પતંગિયા,
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
સૌને ગમતા એ પેલા પતંગિયા.
