યુદ્ધની પ્રથા
યુદ્ધની પ્રથા
કરો બંધ આ યુદ્ધની પ્રથા,
બંધ થાય વિધવાની વ્યથા,
છે સંબંધ શાસકને સત્તા સાથે,
સ્વાર્થમાં લીધું વેર માથે,
યુદ્ધથી બંને પક્ષની ખુુુુુુવારી છે,
જીવે કેમ વિધવાને જે સ્ત્રી કુવારી છે,
કરો જરાક વિચાર,
એ દીકરીઓનો જેનો ભાઈ થાય ઘાયલ,
ને કરો વિચાર એનો પણ,
જેના રખડી જાય ચૂડી, ચાંદલો ને પાયલ,
મળે શું ખૂંખાર યુદ્ધથી,
જરા વિચાર કરો સાચા દિલથી,
બુદ્ધ, મહાવીર ને ગાંધીનાં વિચાર અપનાવો,
માનવ દિલમાં અહિંસાની જ્યોત જગાવો.

