STORYMIRROR

Deepak Trivedi

Horror Others

3  

Deepak Trivedi

Horror Others

અધૂરી દંતકથાનું ગીત

અધૂરી દંતકથાનું ગીત

1 min
26.6K


સપનાદેની દંતકથા વત્તા હું કહું તો વડલો

વત્તા હું કહું તો દરિયો,વત્તા હું કહું તો વત્તા…


ઝરણવત્ત આંસુને કિચૂડ – કિચૂડ કોશ ઉપાડે,

ખમ્મા નાચે કંકુ થાપા, ખમ્મા ટપકે લોહીધાર,

કે લાગે સવામણનો ભાર.


વડવાયુંમાં અટવાયેલાં ચહેરાઓ અધધધ

રહરહ રૂએ પાદર ઝાંપા, ખમ્મા આંખો અનરાધાર,

કે લાગે સવામણનો ભાર.


સપનાદેની ભીંતકથા વત્તા હું કહું તો તડકો

વત્તા હું કહું પાંદડિયો, વત્તા હું કહું તો વત્તા...


ચકડવકળ ડોળાંને ઘૂ… ઘૂ…કબૂતરો સંતાડે

હાલકડોલક ધૂળિયા રસ્તા,સુ…સુ… બોલે ઝંઝાવાત,

કે અધ્ધરપધ્ધર લટકે રાત.


અડધા ઠૂંઠા અડધા બૂંઠા ચહેરાઓ ડાળીમાં માથાં

ધડ વિના ચકમક્તા, ઉઠે ઊંધાં પગલા સાત,

કે ખખડે ચૂડલાં ભડકાંભાત.


સપનાદેની દંતકથા વત્તા હું કહું તો ભડકો,

વત્તા હું કહું તો ટેકરિયો, વત્તા હું કહું તો વત્તા...


સપનાદેની દંતકથા વત્તા હું કહું તો વડલો,

વત્તા હું કહું તો દરિયો, વત્તા હું કહું તો વત્તા...


Rate this content
Log in

Similar gujarati poem from Horror