મેઘલી રાત
મેઘલી રાત
મેઘલી રાત ધનઘોર અંધારૂ
વીજળીના દીવા લબક જબક થાય
જીવલો બહુ મૂંઝાય, આકુળ વ્યાકુળ થાય,
મળે ના રાહ જીવનની એમાં
મૃત્યુ કેમ ઉજવાય, આષાઢી રાત બહુ હરખાય
વીજળીના દીવા લબક જબક થાય
જીવલો બહુ મૂંઝાય, આકુળ વ્યાકુળ થાય
રાત તારી કાલિમા નિરાળી, ભોગીળો જીવ હરખાય
પાપીઓ આકુળ વ્યાકુળ થાય,
જોગિળો નિજ સમાધિ જાય,
વીજળીના દીવા લબક જબક થાય,
એ ધરાને ભીંજવતી અષાઢ ધારા
રાત ધણી ઘનઘોર, કડાકા ભડાકા ચહુઓર,
નિરાંતનો ન આ છોર, મનળા હલક ડોલક થાય
વીજળીના દીવા લબક જબક થાય
જીવલો બહુ મૂંઝાય, આકુળ વ્યાકુળ થાય.