STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Horror Fantasy

3  

Rupal Sanghavi "ઋજુ"

Horror Fantasy

માયાના વમળમાં

માયાના વમળમાં

1 min
195

આયનો દેખી રહી એક નમણી ખુદથી ખુદ શરમાઈ ગઈ,

રૂપવતી અતિ લાવણ્ય જાણે મધુ પ્યાલી છલકાઈ રહી.


ચંદ્રમા આજે નહીં અજવાસે અમાવસ્યા અકળાઈ રહી,

ઘેરું તમસ ઉજાસને શોધે ડરથી નિશા ઝકડાઈ રહી.


સરસરાહટ વૃક્ષોનાં પર્ણોમાં શાંતિ પણ સંકુચાઈ ગઈ,

શિયાળની લાળી થથરાવે પાયલ કોઈ ઝણકાઈ રહી.


મધરાતે માનુની બેઠી ઝરુખે પિયુની રાહ જોવાઈ રહી,

કોઈ યુવાનને આવતો દેખી હરખે બાંહો ફેલાઈ રહી.


રૂપવતીને જોઈ યુવાન પણ ઘડીભરમાં મોહાઈ ગયો,

અટવાયો માયાના વમળમાં કેફમાં એના અંજાઈ ગયો.


મહેલ ઝરુખે બોલાવ્યો ને લલનામાં લલચાઈ ગયો,

ઉડી ગઈ બે હાથ લંબાવી ભેટનારો પટકાઈ ગયો.


હાસ્ય ગુંજતું રૂપવતીનું પુરુષ જાત ભરમાઈ રહી,

ફેંકી ઝરૂખેથી પતિએ એનો બદલો લઈ હરખાઈ રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Horror