ભૂત બંગલો
ભૂત બંગલો
સમી સાંજે, સૂમસામ જગ્યા
ઉતરતું અંધારું હતું બિહામણું
એક ડગલું આગળ ભર્યું, ને
થયો ખળભળાટ ને મનમાં
થયું ભય કેરું વધામણું
જાવ આગળ કે પછી પાછળ
એક ચહેરો ભયંકર હતો સામે
લાલઘૂમ આંખો હોઠ પર હતું લોહી
ખડખડાટ હાસ્ય ધ્રુજાવતું હતું મને ત્યાંરે
થયું એ ભૂત અદૃશ્ય ફરી દેખાયું
ભૂત બંગલામાં હું ગયો શાને
આ ભૂત મનેજ કેમ ભટકાયું
મેં પાડી ચીસ, અવાજ ક્યાં ગયો મારો
લંબાયા બે હાથ મારી તરફ ધીમે ધીમે
હું, અવાજ વગરની ચીસ પાડી નીચે પટકાયો
મારા ગળા પર હતા બે તિક્ષણ દાંત લાંબા
આ, પિશાચ છે, મારે છે હવે મરવાનો વારા

