STORYMIRROR

Deepa rajpara

Horror Thriller

4  

Deepa rajpara

Horror Thriller

મડદાઓની દુનિયા

મડદાઓની દુનિયા

1 min
405

તૃષ્ણાઓનાં વેરાન રાનમાં જ્યારે આત્મા મૃત હો બનતી,

ત્યારે ગંધાતા મડદાઓ કબર ફાડી જીવંત થતાં હોય છે.


જીર્ણશીર્ણ દેહ ખંડેરે કામાગ્નિ જ્યારે નગ્ન નૃત્ય હો કરતી, 

વાસનાનાં વરુઓની લાળીઓ લાળ ટપકાવતી હોય છે.


કાજળઘેરી ઠંડીગાર રાતો જ્યારે કાળા ન્હોર હો ભરાવતી,

લીલા સ્વપ્ન સૂકા પર્ણો બની ખડખડાટી મચાવતાં હોય છે.


લોલુપ તમરા ચિબરીની ચિચિયારી જ્યારે ચિતરી હો ચડાવતી,

રક્તપીપાસું ચામાચીડિયા લોહીની મિજબાની કરતાં હોય છે.


ચાંદની ચંદ્રની નિષ્ફળ જ્યારે કાળમીંઢ પથ્થરને હો ચળાવતી,

અગોચર અતૃપ્ત વિશ્વ અંધારપછેડી ઓઢી ઊઠી જતું હોય છે.


રહેવું માફક આવી ગયું જ્યારે દુનિયા અંધકાર હો ફેલાવતી,

ઇન્સાનિયતની રોજે-રોજ નવી કબર ફણગી જતી હોય છે.


પૂર્ણિમા કે હો અમાસ જ્યારે દીપાવલી ઉરમાં હો પ્રગટતી, 

તિમિરની પગદંડો જમાવવાની આશા ઠગારી નીવડતી હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror