અશક્ય
અશક્ય
નથી લગાવી શકતો આરોપ હું, તેની પ્રેમભરી નજર પર
નજર થી નજર મળી ગઈ તો, નજરનો જામ છલકાઈ ગયો.
નથી લગાવી શકતો આરોપ હું, તેના ખૂબ સુંદર ચહેરા પર,
ચહેરાને મે જોયો તો, હું મધુકર બની ગણગણાટ કરી ગયો.
નથી લગાવી શકતો આરોપ હું, તેના હ્રદયની ધડકન પર,
તેની ધડકન સાંભળી તો, હું ધડકન સાથે તાલ મેળવી ગયો.
નથી લગાવી શકતો આરોપ હું, તેના નિખરતા યૌવન પર,
તેના યૌવનનો જાદુ ચાલ્યો તો, હું ભાન શાન ભૂલી ગયો.
નથી લગાવી શકતો આરોપ હું, તેના અધરોના શબ્દો પર,
તેના મધુર શબ્દો સાંભળ્યા તો, હું પ્રેમનો શાયર બની ગયો.
નથી લગાવી શકતો આરોપ "મુરલી", તેની બેવફાઈ પર,
તેને થાણેદારના વેશમાં જોઈને હું, થાણામાં જ પડી ગયો.
રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)

