જીંદગીની વ્યથા
જીંદગીની વ્યથા
હ્રદય વેદનાથી આજે સળગી રહ્યું છે,
તણખાંઓનો પણ ડર મુજને લાગે છે.
વિચારોનું મંથન ખૂબજ ચાલી રહ્યું છે.
નિરાશા મનમાં અતિ વ્યાપી ગઈ છે.
હાલત મારી ખૂબજ ગંભીર બની છે,
જીંદગી મુજને હવે ભટકાવી રહી છે.
અચાનક આશાનું કિરણ ચમકી રહ્યું છે,
સુખની પળો મુજને અનુભવાઈ રહી છે.
તન મનનું આંગણ મારૂં મહેંકી ઉઠ્યું છે,
રોમ રોમ મારૂં હર્ષથી લહેરાઈ રહ્યું છે.
નસીબની પાંખો આજે ખુલી ગઈ છે,
મારી "મુરલી" મધુર તાન છેડી રહી છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)
