મતલબી માનવ
મતલબી માનવ
મહેફિલમાં સૌ આવ્યા છે મારા ઘરે મહેમાન બનીને,
મુસીબતમાં મુજથી દૂર થયા છે તેમનું મુખ ફેરવીને.
મતલબ માટે મારા ઘર પર આવ્યા છે સૌ મિત્રો બનીને,
મતલબ પત્યા બાદ સામે થયા છે સૌ મને ગદ્દારી કરીને.
રોજ રસ્તામાં સામે મળ્યા છે મુજને સૌ રાહદારી બનીને,
મુજને જોઈને રસ્તા બદલ્યા છે સાવ અજાણ્યો જાણીને.
જુલમ અને સિતમ મુજ પર કર્યા છે સૌ એ દુશ્મન બનીને,
ઈશારાથી નચાવ્યો છે મુજને હમેશા કઠપૂતળી સમજીને.
"મુરલી" હાલ પુછ્યા નથી કોઈએ મારા ઘર પર આવીને,
આવી ગયા છે મારો જનાજો ઉઠાવવા સૌ જાનૈયા બનીને.
રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)
