STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

મજબૂર ન કરો

મજબૂર ન કરો

1 min
166


મને વાયદો કરી તમે વાટ જોવડાવ્યા ન કરો,

હું થાકીને ચાલ્યો જાઉં એટલો મજબૂર ન કરો.


મારા હ્રદયને આઘાત તમે પહોંચાડ્યા ન કરો,

તમારી તસ્વીર દૂર કરૂં એટલો મજબૂર ન કરો.


મને જોઈને સંતાવાની કોશિશ તમે કર્યા ન કરો,

હું હમેશા સંતાઈ જાઉં એટલો મજબૂર ન કરો.


મારા પ્રેમને રમકડું તમે કદીયે સમજ્યા ન કરો,

હું હમેશા ભૂલી જાઉં એટલો મજબૂર ન કરો.


તમારી પ્રેમભરી નજર મારા ઉપરથી દૂર ન કરો,

હું કાયમ બદલાઈ જાઉં એટલો મજબૂર ન કરો.


"મુરલી"ના પ્રેમની અગ્નિ પરિક્ષા તમે કર્યા ન કરો,

હું તમને નફરત કરતો રહું એટલો મજબૂર ન કરો.


રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Romance