STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

કહી દો...

કહી દો...

1 min
126


કહી દો આ વહેતા સમિરને કે,

તે બહું સુસવાટા ન કર્યા કરે,

હું મારા પગેથી નહીં પણ ઉમંગથી જીવનની ઉડાન કરૂં છુ.


કહી દો આ પ્રપંચી માનવીઓને કે,

તેઓ શતરંજની ચાલ ન ચાલ્યા કરે,

હું પ્રપંચથી નહીં પણ માનવ સેવાથી જીવન ઉજાળું છું.


કહી દો આ નફરત કરનારાઓને કે,

તેઓ નફરતની આગ ન ફેલાવ્યા કરે,

હું નફરતથી નહીં પણ પ્રેમથી સૌને જીવનમાં જીતુ છું.


કહી દો આ ઝગડાખોર દુનિયાને કે,

તેઓ વાતાવરણ અશાંત ન બનાવ્યા કરે,

હું ઝગડાથી નહીં પણ "મુરલી" ની ધુનથી શાંતિ ફેલાવું છું. 


રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational