STORYMIRROR

Vipul Borisa

Inspirational Thriller

4  

Vipul Borisa

Inspirational Thriller

તાકાત

તાકાત

1 min
539

પવન નહીં, તોફાન નહીં, ઝંઝાવાત જોઈએ.

પ્રેમ કરવાની નહીં, નિભાવાની તાકાત જોઈએ.


સોળે શણગાર સજી ભલે ફરતા હો તમે,

આંખ ક્યાંય ના નમે, એવી ઔકાત જોઈએ.


સાથે જીવવું જો હોય તો, મરવું પણ પડે.

સ્વાર્થ જેવી વસ્તુ પ્રેમમાં બાકાત જોઈએ.


રાધા ને મીરાંના ઉપનામ જોઈએ છે, તારે

તારા સમર્પણમાં એવી લાયકાત જોઈએ.


ટુકડે ટુકડે મરવાની તો જૂની આદત છે, મને

એક ઝાટકે મરે,"વિપુલ" એવો આઘાત જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational