સુવાસ
સુવાસ
વીરોના કપડાં રક્તથી ન્હાયા,
ત્યારે ત્રિરંગે લાગી છે સુવાસ.
ખુદની દાઢી સફેદ કરી પિતાએ,
પરિવાર માટે ત્યાગી છે સુવાસ.
માણસ ગંધાયો પોતાની ગંધથી,
ત્યારે માણસે માગી છે સુવાસ.
ચરણે પડી ફૂલે દીધો જીવ તો,
ઈશ્વરને બહુ વાગી છે સુવાસ !
ધબકારા બંધ થયા એ જાણીને,
પરિવારથી દૂર ભાગી છે સુવાસ.
બધાની હોવા છતાં નથી કોઇની,
'ફાડ' લાગે છે, વૈરાગી છે સુવાસ.
