STORYMIRROR

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

રંગીલો દેશ

રંગીલો દેશ

1 min
13.3K



આવો આવો જુવાન લઈ ને વેશને,

બાપુ રંગીલો રંગીલો કરીએ દેશ ને,



રાખો સચ્ચાઈ ને સાથે,

સાચા પ્રેમને સંગાથે,

ચાલો જીવતા કરીએ રે માનવદેવ ને,

બાપુ, રંગીલો રંગીલો કરીએ દેશ ને,



આજે સત્તાની મનમાની,

આખા દેશની બરબાદી,

બધા નાતિ જાતિના ટંટા મેલીને,

બાપુ, રંગીલો રંગીલો કરીએ દેશ ને,



લેજો કામને વધાવી,

દેજો આળસને ભગાડી,

ચાલો ભેગા મળીને કામ કરીએ,

બાપુ, રંગીલો રંગીલો કરીએ દેશ ને,



ધરતીમાતા સૌને વ્હાલી,

આપે જીવનની પરસાદી,

હવે, જીવો જીવવા દો આ જગતને,

બાપુ, રંગીલો રંગીલો કરીએ દેશને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational