STORYMIRROR

Vipul Borisa

Inspirational

4  

Vipul Borisa

Inspirational

શબ્દ

શબ્દ

1 min
8

શબ્દ તણો ખૂબ મોટો ઉપકાર રહેશે,

મારા પછી પણ મારો અણસાર રહેશે,


તમને પણ હું યાદ આવીશ કોક વખત,

તમારી આંખમાં ત્યારે અશ્રુધાર રહેશે,


ધન,પદ, પ્રતિષ્ઠા કેટકેટલું ભેગું કરશો,

શેષ તો કબર જેટલો જ વિસ્તાર રહેશે,


દેહ, છબી કે ચિત્ર કશું જ નહીં હોય છતાં,

અમુક જગ્યાએ તોય મારો આકાર રહેશે,


એ અંત તમે ક્યારેય સ્વીકારી નહીં શકો,

જીવન નહીં મૃત્યુ મારું જોરદાર રહેશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational