એક સ્ત્રી
એક સ્ત્રી
અંદરથી રડતી, બહાર થી હસતી,
મનની મક્કમતાથી કદી ના ડગતી,
હા હું એક સ્ત્રી.
જીંદગીના રસ્તા ઉપર કેટલીય વાર પડતી,
ઊઠી ને પાછું ડગલુ આાગળ ભરતી,
હા હું એક સ્ત્રી.
સંબંધના દાવપેચ કદી ના સમજતી,
ચહેરા પર ના મહોરાં કદી ના ઓળખતી,
હા, હું એક સ્ત્રી.
ભરોસો મુકી હંમેશાં પસ્તાતી,
આંસુઓ છુપાવી દિલથી હરખાતી,
હું એક એવી સ્ત્રી.
દિલથી વિશાળ "ભાવના"ઓમાં પડતી ઠોઠ,
સંબંધોમાં માર ખાતી,
માણસ ઓળખવામાં પડતી ભોઠી.
હા હું એક સ્ત્રી.
