મારો પરિવાર
મારો પરિવાર
મારો પરિવાર મારુ અભિમાન છે,
મારો પરિવાર ખુશીઓનો ખજાનો છે.
મારો પરિવાર જયાં મંદિરની સુગંધિત પવિત્રતા છે,
મારો પરિવાર જયાં સૂરજ અને સંધ્યાનુ મિલન છે.
મારો પરિવાર એટલે સાથે જોયેલા સપનાનો અહેસાસ,
મારો પરિવાર એટલે મારા અસ્તિત્વનો અણસાર.
મારો પરિવાર એ અનુભૂતિનો આધાર છે,
મારો પરિવાર એ દિલથી ભાવુક છે.
મારો પરિવાર અેટલે મનથી મન સાથે જોડાયેલો સંબંધ,
મારો પરિવાર એટલે સમજણથી જોડાયેલો સંબંધ.
મારો પરિવાર એટલે "ભાવના"નો વિશ્વાસ ,
મારો પરિવાર એટલે આત્મીયતાના સંબંધ.
