STORYMIRROR

Jn Patel

Inspirational

3  

Jn Patel

Inspirational

ખુલ્લો માણસ છું

ખુલ્લો માણસ છું

1 min
13.3K


કુંડળીમાં કદી હું માનતો નથી..

ગ્રહ કોઇ ક્યારેય નડતો નથી...


પ્રારબ્ધ્ધમાં માનવા વાળો છું..

જિંદગીનો જુગાર હારતો નથી...


જાતને ઘસી નાખું છું પણ,,

પારકી આસ કદી બાંધતો નથી...


ધુમ્મસ જેવો ખુલ્લો માણસ છું..

નાહકનો હાથે ક્યાંય ચડતો નથી...


જીવનમાં તેજસ્વીતા રાખું છું..

એટલે સુર્યની જેમ રોજ ઉગતો નથી...


વસે છે હ્રદયમાં ચૈતન્ય બની..

જગદીશને ક્યાંય શોધતો નથી...


હું જ મારો વંશજ ને વારસ છું..

એટલે જગતમાં ક્યાંય જડતો નથી...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational