STORYMIRROR

amita mehta

Drama

4  

amita mehta

Drama

મારું મેઘધનુષ

મારું મેઘધનુષ

1 min
200

મને જોઈએ આખું આકાશ

એનાંથી ઓછું જરાય નહીં,


દિવસ રાત આવતાં સપનાંઓ

આકાશમાં ચમકતાં અગણિત તારલાંઓ 

કરતાં જરાંય ઓછાં નથી,


આંસુની શાહીમાં ઝબોળીને લખાયેલી મારી સિધ્ધિ

ગગનને સ્પર્શતા ગિરિશૃંગ કરતાં ય ઊંચી છે.


કારણ કે મેં ધરતી પર મેઘધનુષ સર્જ્યું છે 

રંગોનું નહીં

મારી ખુશીઓનું

મારી પીડાઓનું

ઘવાયેલા હૃદયમાંથી નીકળતાં લોહીનું

સ્ત્રી સહજ સંવેદનાનું

કેસરિયા કરવાનાં પરાક્રમનું

ચૂપકીદીનું,


અને 

અગ્નિજ્વાળા જેવા વિદ્રોહનું,


જે અમૂલ્ય છે

અનંત છે

અદ્રશ્ય છે

એના માટે આકાશ પણ નાનું પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama