જીવી લઈએ
જીવી લઈએ
સૂકી ધરાએ વરસ્યો મેહૂલો, ચાલ થોડું જીવી લઈએ,
આયખુ ઓછુને વેશ ઝાઝા, ચાલ થોડુ વરસી લઈએ,
મેઘ ધનુષી રંગે રચ્યો, લાગણીઓનો મેળો,
વરસાદી મહેંક સાથે, ચાલ થોડું બહેંકી લઈએ,
આમ્રકુંજે ટહુકે કોયલડી ભ્રમર ગુંજે ઉપવનમાં,
યાદોની ભીનાશમાં ચાલ થોડું વરસી લઈએ,
વરસતી હેલીનાં સંગે, આવરણ થયા દૂર,
વિરહમાં શેકાતાં દિલને ચાલ થોડું ભીંજવી લઈએ,
ભીની-લીલી શમણાં ઘેલી છે વરસાદી સાંજ,
પ્રેમમાં પાગલ બની ચાલ થોડું જીવી લઈએ.

