ચાર આંખો
ચાર આંખો
ચાર આંખો મળીને કંઈ એવુ થયું
વરસી હેલીને સઘળું ભીનું -ભીનું થયું,
લાગણીનાં લાલ પીળા પતંગિયા સંગે
જોને શબ્દ વિના ગીત કેવું ગુંજતું થયું,
મીઠી નીંદર થોડી વરણાગી બની ત્યાં
તને પામવાનું સપનું હૈયે રમતું થયું,
ચડયો ખુમારને એવા બદલાયા ઠાઠ કે
જગ જીતવાનું ગરુર છલકતું ગયું,
સાદ પાડે છે રોમ રોમ ભેટવા તને
પગલું પાડું ત્યાં અંતર ખૂટતું ગયું.

