મુકિત ગીત
મુકિત ગીત
બેની લાડકડી રે, મશાલ જગાવ મુ્કિતની
અન્યાય તમે બહું સહ્યા રે, અત્યાચારથી બહું ડર્યા રે
ન્યાયની ધૂણી ધખાવ, મશાલ જગાવ મુકિતની
શિક્ષણને તારી સહેલી બનાવને
પંચાત ટીકાને અલવિદા કરને
સ્વાવલંબનનું સુખભોગવ,મશાલ જગાવ મુકિતની
સૌંદર્યન શોભાની ઢીંગલી ન બન રે
હા મા હા કરતી પૂતળી ન બન રે
આત્માની શકિત જગાવ,મશાલ જગાવ મુકિતની
પુરુષ સમોવડીની જીદ તું છોડ રે
સ્ત્રીત્વનાં ગૌરવને ઓછું ન માન રે
ઉંચાઈનું શિખર સજાવ મશાલ જગાવ મુકિતની
અબળા નથી તું ભોગ્યા નથી તું
પ્રેમ શકિત શ્રધ્ધાનો છે તેજપુંજ તું
દિલનો દીવો જલાવ મશાલ જગાવ મુકિતની
