પ્રેમ
પ્રેમ
પ્રેમમાં ક્યાં જુબાની જોઈએ
બસ, દિલની મહેરબાની જોઈએ,
ઘેરી શકે સૌંદર્યનો સાદ ચોમેરથી
નિભાવવા પ્રેમ ખાનદાની જોઈએ,
ખુદા પણ પસ્તાય એની પરીક્ષાથી
તન-મનની એવી કુરબાની જોઈએ,
કળીમાંથી ફૂલની સફર નથી આસાન
વધારવા આયખું ફૂલદાની જોઈએ,
કાંટા પણ મુલાયમ લાગે પ્રેમમાં
હોઠો પર થોડી કદરદાની જોઈએ.

