માણસ એટલે
માણસ એટલે
અર્થ પામવા માટે જિંદગીનો
જાણવું પડે જગતને,
ઓતપ્રોત થવું પડે માણસમાં
ડૂબવું પડે પ્રકૃતિમાં,
અને આ બધા માટે થવું પડે સાચુકલો માણસ
આ સાચૂકલો માણસ એટલે ?
જેની સંવેદના લોહીલુહાણ નથી થઈ
નિર્દયતાના કાચથી એ
જેની આંખોની સચ્ચાઈ અતિક્રમી શકે છે,
સ્વાથઁનાં આંધળા પાટાને
જેનાં હ્રદયનું આકાશ
સ્વાથઁનાં આકાશ કરતાં વિશાળ છે એ
પણ મારા શરીરની નસોમાં વહે છે,
ઈર્ષ્યા, જૂઠ અને લાલચનું રક્ત
રોજેરોજ મનમાં પ્રવેશે છે કલુષિતતાનું ઝેર
એ બનવા દેશે મને માણસ ?
માણસ બનવાં માટે શું કરું ?
પાષાણ યુગમાં જાઉં કે રખડું જંગલોમાં ?
ખેડું દરિયો કે ચડું પર્વતો ?
ગુફામાં જાઉ કે રહું જાનવરો સાથે ?
બની શકે મારામાં પ્રગટે કૌવત પત્ચરમાંથી પ્રતિમા બનવાનું
છલકાય જંગલોની લીલાશ અને સાગરની ભીનાશ મારા હ્રદયમાં,
કેળવાય ઊંચું લક્ષ્ય પર્વત જેવું
માનવતાની સાધના સાધું ગુફામાં,
અને જાનવરો પાસે માણસ સાથે કેમ રહેવાય એ શીખું ?
બની શકે મને માણસ હોવાનો અર્થ સમજાય.
