અનુભવ બિંદુ
અનુભવ બિંદુ
નાટકોની હારમાળા મેં અહીંયા જોઈ છે,
સ્વજનની સલાહથી મગરના આંસુ પણ જોયા છે,
નકારતા સાચી શિખામણ મે અહીંયા જોઈ છે,
પરજનોની સલાહથી વાતનું વતેસર પણ જોયું છે,
વિખેરાતી મણકાની માળા મેં અહીંયા જોઈ છે,
માન મર્યાદા ને ઓળગંતા પોતાનાં પણ જોયા છે,
સૌંદર્ય જિંદગીને કુરૂપ થતાં પણ મેં જોઈ છે,
પારકું સમજીને પરિશ્રમથી ભાગતા પણ જોયા છે.