રસીલા મોરા શ્યામ
રસીલા મોરા શ્યામ
કે ! આજે આવોને રસીલા મોરા શ્યામ;
કરવી છે વ્રજની વાતુ.
વાલીડા આવો ને .....રસીલા આવો ને ...
કરવી છે વ્રજની વાતુ.
ગોપીઓ જૂએ છે રે વાટ;
રાધા મન સંગાથ.
કે કાન્હા આવો !
ખીર માખણ છે ખાસ;
ધૂન બાંસુરી સંગાથ.
કે મુરારી આવો !
સખીઓ જુએ છે રે વાટ;
સંગ રમવાને રાસ.
કે રસીલા આવો !
કે ! આજે આવોને રસીલા મોરા શ્યામ ;
કરવી છે વ્રજની વાતુ.
વાલીડા આવો ને .....રસીલા આવો ને ...
કરવી છે વ્રજની વાતુ.