પ્રેમની પાંખ
પ્રેમની પાંખ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
226
એકલતા ને સ્નેહલતામાં ફેરવનારું,
ભીની લાગણીઓને હૂંફ આપનારું,
કંકાલરૂપી કાયાને રૂધિર આપનારું,
શબ્દો ને ભરોસાનું રૂપ આપનારું,
ગમગીન આવરણને રોમાંચક બનાવનારું,
શ્વાસમાં વિશ્વાસનું પરિબળ પુરનારું,
અંતિમ સ્થાનથી સર્વોચ્યે પહોચાડનારું,
નફરતને પ્રેમરૂપી પરિબળમાં બદલનારું,
પ્રેમીઓની નિરાશાને સંકેલનારું,
'પ્રેમરૂપી પાંખ' મિલનનું રૂપ આપનારું.