STORYMIRROR

Jasmin Purohit"kamlesh"

Inspirational

2.5  

Jasmin Purohit"kamlesh"

Inspirational

થોડામાં ઘણું

થોડામાં ઘણું

1 min
433


 ચાવી મળી ગઈ છે, સફળતાની;

 હવે હતાશા નથી, નિષ્ફળતાની.


ધ્યાનમગ્ન રહું છું, હવે બેધ્યાન પણ નથી;

આનંદવિભોર રહું છું, હું પણાનો ભાર નથી.


સાથ-સહકાર સુસંગત, અનુભવથી શીખું છું;

અંધારાને નિષ્ક્રિય કરી, આવડતને પામું છું.


મોહમાયાથી દૂર, સમર્પણ ત્યાગની નજીક છું;

ક્રોધ અને કલહ સામે, પ્રેમ અને લાગણીને સ્પર્શુ છું.


સુસંગત લાગણીઓને, પ્રેમથી આવકારું છું;

અત્યાધિકનો ત્યાગ, થોડામાં ને માણું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational