STORYMIRROR

amita shukla

Drama Romance Inspirational

4  

amita shukla

Drama Romance Inspirational

મોગરાનો ગજરો

મોગરાનો ગજરો

1 min
222

તારાં પ્રેમનો પમરાટ,

તારાં મહેકનો મઘમઘાટ,

તારાં ટેરવાનો ઝણહણાટ,

મારાં અંબોડે ઝૂલે, તારો મોગરાનો ગજરો.

તારાં અસ્તિત્વનો અહેસાસ,

તારાં પ્રેમની ખુશ્બુ મહેસૂસ,

તારાં સ્પર્શથી જાણે મદહોશ,

મારાં અંબોડે ઝૂલે, તારો મોગરાનો ગજરો.

તારું સુંઘવું, મારી શ્વાસ મ્હેકવી,

તારું ચૂમવું, મારી ધડકન બેકાબૂ,

તારું પહેરાવું, મારી લટ ફરફરવી,

મારાં અંબોડે ઝૂલે, તારો મોગરાનો ગજરો.

તારી આદત, મારી મસ્તી,

હું સોયદોરો, તું બને મોગરો,

ગજરો ગુંથ્યો, કેશમાં લહેરાયો,

મારાં અંબોડે ઝૂલે, તારો મોગરાનો ગજરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama