સુખને શોધી લઈએ
સુખને શોધી લઈએ
સુખને શોધી લઈએ ઓ ભાઈ મારા
વૃક્ષની જેમ વ્હાલા બનીને સુખને શોધી લઈએ,
પર્વત જેમ પ્યારા બનીને સુખને શોધી લઈએ
નદીની જેમ ન્યારા બનીને સુખને શોધી લઈએ,
સૂર્યની જેમ સહેલા બનીને સુખને શોધી લઈએ
પુષ્પની જેમ પ્યારા બનીને સુખને શોધી લઈએ,
દરિયાની જેમ દયાળુ બનીને સુખને શોધી લઈએ
સાગરની જેમ સંસ્કારી બનીને સુખને શોધી લઈએ,
વાદળની જેમ વિનમ્ર બનીને સુખને શોધી લઈએ.
