STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Others

4  

Kaushik Dave

Drama Inspirational Others

" નૌકાવિહાર "

" નૌકાવિહાર "

1 min
1K

જોયું તો એક સાગર દેખાયો,

એમાં તરતી એક નૌકા આવી,


નૌકામાં 'હું' બેઠો હતો,

ચારેબાજુ એ જોતો હતો,


ના દેખાય 'હું' ને કોઈ કિનારો,

દૂર દૂર ના દેખાય મિનારો,


એવામાં દરિયામાં તોફાન આવ્યું,

નૌકામાં પાણી ભરાવા આવ્યું,


તો પણ 'હું' ના છોડે નૌકા,

દરિયો જીતવો છે,

એ ના છોડે મૌકા,


આખરે નૌકા ડૂબતી ગઈ,

બચવા માટે 'હું' પ્રાર્થના કરતી ગઈ,


અચાનક એક વીજળી પડી,

'હું' એમાં ઓગળતું ગયું,


હરિ સ્મરણ કરતો ગયો,

મનના સાગરને ઘૂઘવતો ગયો,


કર્મની નૌકા હાલકડોલક થાય,

હરિ સ્મરણે જીવન જીવાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama