તો મજા પડી જાય
તો મજા પડી જાય
વરસાદમાં સામે તું મને મળે, તો મજા પડી જાય
બસ મારી આટલી ઈચ્છા ફળે, તો મજા પડી જાય,
ઘણા દૂર દૂર આપણે જતા રહ્યા છીએ તે ખબર છે,
છતાં જો તું ત્યાંથી પાછી વળે, તો મજા પડી જાય,
વરસાદમાં પલળવાની તને ટેવ નથી જાણું છું છતાં,
આ વખતે મારી સાથે તું પલળે, તો મજા પડી જાય,
જેમ તડપું છું હું તારી યાદમાં વરસોથી,
તેમ તું પણ મારી યાદમાં ટળવળે, તો મજા પડી જાય,
તારો ને મારો સાથ અને ઉપર ઝરમર વરસાદ,
બસ ભગવાનના પ્રાર્થના સાંભળે, તો મજા પડી જાય,
વાતાવરણ પણ જો કેટલું આહલાદક છે 'સંગત'
હવે તું લાગી જા મારા ગળે, તો મજા પડી જાય.
