ભીંજવતો પ્રેમ
ભીંજવતો પ્રેમ
રિમઝિમ રિમઝિમ વરસતું આ ચોમાસું,
આટલી ટાઢક કરતું; તો'યે અંતરને દઝાડતું આ ચોમાસું...
દિલની વાત હજુ યે છે દિલમાં,
તેને મળીને બે ઘડી શું કરું ચર્ચા ?
આવો સવાલ કરાવતું આ ચોમાસું...
અવની આખીયે ઉપર ઊગી નીકળ્યું છે ઘાસ,
છતાં દિલની બંજર જમીન પર નથી કંઈ ખાસ,
હવે નથી રહી એમનાથી કોઈ જાતની આશ,
વસાવી એમને ભૂલથી પોતાના દિલમાં,
સજા દે છે કાયમ પોતાના જ શ્વાસ...
સદાયે આમ જ દિલને ઉદાસ કરીને રડાવતું આ ચોમાસું,
નેવે મૂકી આ દિલની જમીન; સઘળે બધું ભીંજવતુ આ ચોમાસું...
આમ તો છે આ "રાહી "ના પ્રેમની મોસમ; છતાંયે
પંથ વગર ક્યાંક અધૂરું લાગતું આ ચોમાસું...
- "રાહી " ડોલી દાવડા

